પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાતની સૂચનાથી LCB પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન હેઠળ શહેરા તાલુકાના ભુરખલ ગામના કુખ્યાત બુટલેગર રમેશભાઈ સરદારભાઈ પરમારની પાસા (PASA) હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપી રમેશ પરમાર વિરુદ્ધ શહેરા અને કાંકણપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીના કુલ ૩ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. LCB પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ તૈયાર કરેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્