વઢવાણ: સુરેન્દ્રનગર સોનીની વાડી ખાતે સેવા નિવૃત ડિપ્લોમા એન્જિનિયર ફોરમ ગુજરાતની કારોબારી યોજાઈ
સુરેન્દ્રનગર સોનીની વાડી ખાતે તારીખ 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ ન્યુ ડિપ્લોમા એન્જિનિયર ફોરમ ગુજરાત રાજ્યની તારીખ 4 અને 5 ઓક્ટોબર બે દિવસીય કારોબારીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીનું વંચાણ અને બહાલી કોર્ટ મેટર અંગેના અહેવાલો એન્જિનિયર ભવન નિર્માણ બાબતે ચર્ચા તેમજ ઓલ ઇન્ડિયા પેન્શનર ફેડર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ ફોરમના પ્રમુખ જી.જે ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનો અંગે ચર્ચા કરાઈ હતી.