મુન્દ્રા: મુંદરામાં 163 એટીએમ કાર્ડ સાથે શખ્સ જબ્બે
Mundra, Kutch | Oct 10, 2025 મુંદરામાં 163 એટીએમ કાર્ડ સાથે શખ્સ જબ્બે. મુંદરામાં એટીએમ મશિનમાંથી વિવિધ એટીએમ કાર્ડથી રૂપિયાનો ઉપાડ કરતા મૂળ મધ્યપ્રદેશના શંકાસ્પદ ઇસમને પોલીસે ઝડપી પાડયો હતો. તેની પાસેથી 166 એટીએમ કાર્ડ, બે માઇક્રો એટીએમ મશિન અને ફિંગર ડિવાઇસ તેમજ રોકડા રૂા. 1,31,000 મળી આવ્યા છે.