ભીમ આર્મી દ્વારા સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી. સાવલી ખાતે ભીમ આર્મી દ્વારા સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવિધાન પ્રત્યે આદર અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારોને જનમાનસ સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.