કડી: કડી માર્કેટ યાર્ડ ખુલતા પ્રથમ દિવસે ડાંગરની 4000 બોરી આવક,વરસાદી વાતાવરણ નાં કારણે સોમવાર સુધી ડાંગરની હરાજી બંધ રખાઈ
Kadi, Mahesana | Oct 29, 2025 કડી માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ ખેડૂતોની તમામ જણસીની હરાજી નો શુભ આરંભ કરવામાં આવ્યો.29 ઓક્ટોબરને બુધવારે વ્યાપારીઓએ પણ ધંધાની શરૂઆત કરી હતી.પ્રથમ દિવસે જ ડાંગરની 4000 જેટલી બોરીની આવક થઈ હતી.પ્રથમ દિવસે ડાંગરના ભાવ એક મણ ના 370 થી 430 સુધીના રહ્યા હતા.જ્યારે એરંડા ની 800 બોરી આવક થઈ હતી.1 મણ એરંડા ના ઉંચામાં ઊંચા રુ.1315 સુધીના રહ્યા હતા.તેમજ અડદની 750 બોરી ની આવક થઈ હતી.અડદ નાં 1 મણ નાં ભાવ રુ.1450 રહ્યા હતા.વરસાદને કારણે ડાંગરની હરાજી બંધ કરી.