અમદાવાદ શહેર: વિસનગરનો અઢી મહિનાથી ગુમ કિશોર અમદાવાદથી મળ્યો: પરીક્ષાના ડરથી હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો, કાગડપીઠ પોલીસે શોધી કાઢ્યો
વિસનગરનો અઢી મહિનાથી ગુમ કિશોર અમદાવાદથી મળ્યો: પરીક્ષાના ડરથી હોસ્ટેલમાંથી ભાગી ગયો હતો, કાગડપીઠ પોલીસે ઓળખ કરી પરિવારને સોંપ્યો વિસનગરની હોસ્ટેલમાંથી અઢી મહિના પહેલા ગુમ થયેલો 13 વર્ષીય કિશોર અમદાવાદથી મળી આવ્યો છે. સરસ્વતી તાલુકાનો આ વિદ્યાર્થી પરીક્ષાના ડરથી હોસ્ટેલ છોડીને ભાગી ગયો હતો. અમદાવાદની કાગડાપીઠ પોલીસે તેને શોધી કાઢી વિસનગર પોલીસને જાણ કરી હતી. આ કિશોર વિસનગરની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો.