ગોધરા: જિલ્લામાં સમગ્ર શિક્ષા વિભાગમાં કરોડોની ઉચાપત બહાર આવતા ખળભળાટ મચી, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રૂ. 2.79 કરોડથી વધુની ઉચાપતનો કૌભાંડ સામે આવ્યો છે. વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન કરાર આધારિત કર્મચારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મળીને બોગસ બિલોના આધારે નાણાં ઉપાડ્યા હતા. હિસાબી અધિકારી અને અન્ય કર્મચારીઓએ ખરીદી કર્યા વગર જ સાધનો દર્શાવી ચુકવણી મેળવી હતી અને બોગસ સહી તથા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા રકમ ટ્રાન્સફર કરી હતી. વાર્ષિક ઓડિટમાં મામલો બહાર આવતા પોલીસે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.