તારાપુર: ફતેપુરા બ્રિજ પાસે ટેલરમાંથી લોખંડના સળિયાની ચોરી કરતા 2 દ્રાઇવરો ઝડપાયા, 72.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો.
Tarapur, Anand | Oct 6, 2025 તારાપુર વટામણ સ્ટેટ હાઇવે ઉપર આવેલા ફતેપુરા ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે એક ટેલરમાંથી બીજા ટેલરમાં લોખંડના સળિયાની ચોરી કરતા બે રાજસ્થાની ચાલકોને પોલીસે છાપો મારીને ઝડપી પાડ્યા છે. અને 72.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.રાજસ્થાનના બાડમેરના સનાવડા ખાતે રહેતા ચેતનરામ ડાલુરામ જાટ અને રામારામ ભભૂતરામ જાટને ઝડપી પાડવામાં આવ્યા છે.