રાજકોટ પૂર્વ: રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું ૨૮મું મહા અધિવેશન સંપન્ન
રાજકોટના અવસર પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું ૨૮મું મહા અધિવેશન યોજાયું. આ બે દિવસીય કાર્યક્રમમાં સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી અગ્રણીઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.