ભાવનગર શહેર: ઇસ્કોન રોડ પર લૂંટના કેસમાં આરોપીઓ ઝડપાયા
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
ભાવનગરના બોર તળાવ વિસ્તાર પાસે ઈસ્કોન-કાળીયાબીડ રોડ પર મંગેતર સાથે ફરતા યુવાન પર છરી વડે હુમલો કરી લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ યુવાનને ઇજા પહોંચાડી આશરે 8 થી 10 હજાર રૂપિયા રોકડ, મોબાઈલ અને પર્સ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આજે તરીખ 4 એપ્રિલના રોજ સાંજના 6 કલાકે બંને શખ્સોને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.