મહારાષ્ટ્રથી ડુંગળીની આડમાં 406 કિલો ગાંજાનો જથ્થો ભરી અમદાવાદમાં ડિલેવરી કરવા આવેલા બે વ્યક્તિને ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ ગાંજાની ડિલવરી કરીને કમિશન લેવાના હતા. જથ્થો મોકલનાર અને મંગવનાર કોણ છે તે દિશામાં ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂકરી છે.