સુઈગામ: પાટણ વિધાનસભામાં નવા ચૂંટાયેલ સરપંચોનો સત્કાર સમારોહમાં સાંસદે હાજરી આપી
આજરોજ રવિવારના બપોરના સમયે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પાટણ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોની શુભેચ્છિક મુલાકાત અને નવા ચૂંટાયેલા અને બિનહરીબ થયેલા સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોના સત્કાર સમારોહમાં હાજરી આપી હતી તમામ સરપંચોને ગામના વિકાસમાં પારદર્શક રહી ગામના તમામ લોકોને સાથે રાખીને કુશળ વહીવટ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી પંચાયતી રાજને મજબૂત કરવા માટે પ્રેરણા પૂરી પાડી.