ટુંડેલમાં વકીલ પત્નીને માર માર પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે પ્રાપ્ત વિગતો અનુસાર વસો તાલુકાના ટુંડેલ કર્મવીર સુંદર ભાગ સોસાયટીમાં રહેતા અને નડિયાદ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા ભાગ્યશ્રીબેન પરમાર 25 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાના કામેથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેમના પતિ શ્રીકાંતભાઈ તેમની આવતા જોઈ અપશબ્દ બોલવા લાગ્યા હતા અને તું અત્યાર સુધી ક્યાં હતી કેમ આટલી બધી લેટ આવી તેમ કહી અપશબ્દ બોલી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.