ભાવનગર: વરતેજ GIDC માં ફેક્ટરીની ભઠ્ઠીમાં આગ લાગતા ફાયર દ્વારા કાબુ મેળવ્યો
ભાવનગર શહેર નજીક આવેલા વરતેજ જીઆઇડીસી માં આગની ઘટના બની હતી. વરતેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 40/41 માં આવેલી ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. જે આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.