ગોધરા: કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના નિવેદન બદલ આખરે માફી માંગી અને પોતાના વિવાદીત નિવેદન શબ્દો પાછા ખેંચ્યા છે.
મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ ગોધરા સંમેલનમાં શિક્ષકો અંગે કરેલા વિવાદિત વિધાનો ને લઈ સર્જાયેલા વિવાદ ને જોતા રાજ્યના કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ પોતાના નિવેદન બદલ આખરે માફી માંગી અને પોતાના વિવાદીત નિવેદન શબ્દો પાછા ખેંચ્યા છે.મંત્રીના વિવાદિત નિવેદનને પગલે સમગ્ર શૈક્ષણિક જગત અને શિક્ષક આલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. શિક્ષક સંગઠનો દ્વારા આ અંગે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતા વિરોધને જોતાં મંત્રી રમેશભાઈ કટારાએ