મહુધા: વાસણા ગામમાં કપિરાજ નો આતંક,
Mahudha, Kheda | Sep 27, 2025 મહુધા તાલુકાના વાસણા ગામે છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. જેને કારણે ગામમાંથી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ને સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે વન વિભાગ દ્વારા આતંક મચાવતા કપિરાજને પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.