કાલોલ: ધારાસભ્યના ક્વોટામાં મળેલ નવીન ગુર્જરનગરી એસ.ટી બસને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે બસ સ્ટેન્ડ ખાતેથી લીલી ઝંડી આપી
કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના ક્વોટામાં પણ નવીન એસટી બસનો લાભ કાલોલની જનતાને મળ્યો છે. પંચમહાલ ગોધરા એસ.ટી વિભાગીય કચેરી અંતર્ગત હાલોલ ડેપો દ્વારા ફાળવવામાં આવેલ નવીન ગુર્જરનગરી બસ શનિવારે કાલોલ બસ સ્ટેશનમાં આવી પહોંચતા એસટી બસનું ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવીન એસટી બસને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદહસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી.