બારડોલી: વિશ્વ એન્જિનિયર્સ ડે નિમિત્તે તાજપોર ખાતે “વિશ્વસ્મૃતિ-2025” ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન
Bardoli, Surat | Sep 16, 2025 રાષ્ટ્રીય કક્ષાના ટેકનિકલ ફેસ્ટિવલ “વિશ્વસ્મૃતિ-2025”નું ભવ્ય આયોજન થયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં 2700થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ગણેશ વંદના નૃત્ય અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો.ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિઓ ડૉ. મહાદેવ તલવાર, આશિષ મહેતા અને તેજશકુમાર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. સોવેનિયરના 9મા વોલ્યુમનું વિમોચન ઐતિહાસિક બન્યું હતું.