ખંભાત શહેરના મોટી ચુનારવાડ ખાતે 45 વર્ષીય કોકિલાબેન રાજેશભાઈ ચુનારા રહે છે.જે ઘરેથી કોઈને કાંઈ પણ કહ્યા વગર લાપતા થઇ જવા પામી હતી.જેની લાગતા વળગતા તમામ સગાસબંધીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. તેમ છતાંય મળી આવી ન હતી.ત્યારબાદ આખરે પરિવારજનો ખંભાત શહેર પોલીસ મથકે આવ્યા હતા અને અરજી આપી હતી. ખંભાત શહેર પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.