વટવા: વાસણા પોલીસ સ્ટેશનની બહાર રાજ પુરોહિત સમાજ દ્વારા વિરોધ
અમદાવાદ: શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં ગત 15 એપ્રિલના રોજ ગીતા રાજપુરોહિત નામની મહિલાની આત્મહત્યાની ઘટના સામે આવી હતી. જોકે, આ આત્મહત્યા નહિ પણ હત્યા હોવાનો આરોપ ગીતાના પરિવારજનો અને રાજસ્થાનથી આવેલા સમાજના લોકો લગાવી રહ્યા છે. ગીતાને ન્યાય અપાવવાની માંગ સાથે ગીતાના પતિ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ સમાજે લગાવ્યો છે. અગાઉ સમાજના લોકો દ્રારા આ સમગ્ર મામલાની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવે તેવી માંગને લઈ વાસણા પોલીસ સ્