અંકલેશ્વર: અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા શારદા ભવન ખાતે ભરૂચ જિલ્લાના યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,સાંસદ મનસુખ વસાવા ,ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,આર.ડી.સી.એન.આર.ધંધાલ,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ આમંત્રીતો,આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.