વર્ષ 2007માં લિંબાયતમાં આવેલી મધુરમ જ્વેલર્સ માં થયેલી ધાડ અને લૂંટ કેસમાં 19 વર્ષથી ફરાર આરોપી નાનસિંગ વસુનીયા ની લિંબાયત પોલીસે મધ્યપ્રદેશના જાંબુવા ખાતેથી ધરપકડ કરી છે.પોલીસે સોમવારે આપેલી જાણકારી મુજબ આરોપી અને તેના સાગ્રતોએ ભેગા મળી જ્વેલર્સ વેપારી તેની પત્ની અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરી 8 લાખથી વધુની લુટ ચલાવી હતી. દુકાનમાં તોડફોડ કરી દોઢ લાખનું નુકસાન પહોંચાડ્યું હતું.જે.ગુનામાં પોતે આરોપી ફરાર હતો.જેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.