ગોધરા: મોરબી ગોડાઉનમાં ₹44.90 કરોડની મગફળીમાં લાગેલી આગ અંગે નાફેડ ચેરમેન જેઠાભાઇ ભરવાડે પ્રતિક્રિયા આપી
મોરબીના ગોડાઉનમાં ₹44.90 કરોડની મગફળીમાં લાગેલી આગ અંગે નાફેડના ચેરમેન જેઠાભાઇ ભરવાડે મહત્વની પ્રતિક્રિયા આપી છે.આ મગફળીનો જથ્થો ગુજકોમાસોલ દ્વારા નાફેડ માટે ખરીદીને મોરબીના સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા DySP અને FSL સહિતના વિભાગોને નિષ્પક્ષ તપાસના આદેશ અપાયા છે, તેમજ ગોડાઉનના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવશે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, આ સમગ્ર જથ્થાનો વીમો લીધેલો હોવાથી નાફેડ