મહુવા: મહુવા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની જાહેરાત, ભાજપ કાર્યકરોમાં ઉજવણી
મહુવા શહેરની નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદની વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 36માંથી 24 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ બહુમતીના આધારે મહુવા નગરપાલિકાના પ્રમુખ પદે મિત્તલબેન રાજેશભાઈ જોશીની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે જયપાલસિંહ સુખદેવસિંહ વાળાની પસંદગી કરવામાં આવી હતી. તેમજ કારોબારી ચેરમેન તરીકે સંજયભાઈ મનુભાઈ બારોટની વરણી કરવામાં આવતા ભાજપ કાર્યકરોમાં ખુશીન