ભાવનગર શહેર: PGVCL દ્વારા ચિત્રા સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરી રૂપિયા 27 લાખની વીજ ચોરી ઝડપી કાર્યવાહી કરાઈ
Bhavnagar City, Bhavnagar | Jun 7, 2026
ભાવનગર પીજીવીસીએલ કચેરી ચાવડી ગેટ ખાતેથી જણાવ્યા અનુસાર પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાવનગરના અકવાડા, ઘોઘા, મામસા અને ચિત્રા સહિતના વિસ્તારોમાં 32 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન કુલ 27 લાખની વીજ ચોરી પીજીવીસીએલ ટીમ દ્વારા ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.