વઢવાણ: Lcb પોલીસે સાલખડા ગામેથી દેશી દારૂનો આથો સહિત રૂપિયા 1.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ચોટીલાના સાલખડા ગામેથી દેશી દારૂની બદી પર એલસીબી પોલીસ ટીમનો દરોડો.એલસીબી પોલીસે સાલખડા ગામની સીમમાં મનજીભાઈ દેવાભાઈ ગણદીયા ની વાડીમાં થી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો.સ્થળ પરથી પોલીસે 4200 લિટર દેશી દારૂ ઝડપી પાડી તેનો નાશ કરતા ખેતરમાં આથા ની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.સ્થાનિક નાની મોલડી પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે આટલી મોટી માત્રા માં આથો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં.