સિવિલ હોસ્પિટલમાં 246મું સફળ અંગદાન થયું છે. આસામના 21 વર્ષીય બ્રેઈનડેડ યુવક સદુદ્દીન અબ્દુલ મલીકના પરિવારે ઉમદા નિર્ણય લઈ તેના હૃદય, લીવર, બે કિડની અને સ્વાદુપિંડનું દાન કર્યું છે. આ માનવતાવાદી કાર્યથી પાંચ દર્દીઓના જીવનમાં આશાનો નવો દીપ પ્રગટ્યો છે અને તેમને નવજીવન મળ્યું છે.