ગોધરા: ગોધરા શહેર નજીક ખાનગી બસોમાં RTOના નિયમોના ધજાગરા, છત પર મુસાફરો બેસાડતો વીડિયો વાયરલ.
ગોધરામાં ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા ટ્રાફિક અને RTOના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બસોની અંદર ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ઠાંસોઠસ ભરવા ઉપરાંત, તેમના જીવ જોખમમાં મૂકીને બસની છત પર પણ બેસાડવામાં આવ્યા હોવાનું દેખાય છે. મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વચ્ચે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સામાન્ય જનતાને દંડતી પંચમહાલ પોલીસ અને RTO વિભાગ આ ગંભીર બેદરકારી સામ