ગોધરા: શહેરાના ગાંગડિયા ચોકડી પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું મોત, એક બાઇક ચાલક ઈજાગ્રસ્ત
શહેરાના ગાંગડિયા ચોકડી પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું મોત, એક બાઇક ચાલક ઈજાગ્રસ્ત,પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબડી રોડ પર આવેલા ગાંગડિયા ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા ની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ગાંગડિયા ગા