બારડોલી: બારડોલીમાં નવરાત્રિના ઉત્સવ વચ્ચે કિન્નર અખાડાના પૂનમબા મહામંડલેશ્વર પદ પર અભિષેકની તૈયારીઓ
Bardoli, Surat | Sep 25, 2025 પંચ દશનામ જુના કિન્નર અખાડાના પૂનમબા, જેઓ માસીબા તરીકે પણ જાણીતા છે, પૂનમબા વર્ષોથી આ વિસ્તારમાં પોતાના આશીર્વાદ અને આધ્યાત્મિક માર્ગદર્શન આપીને જાણીતા બન્યા છે. તેઓની સિદ્ધિઓ અને સમર્પણને માન આપતા, નવરાત્રિ પૂર્ણ થતાં જ બીજા દિવસે એટલે કે ૩ ઓક્ટોબરના રોજ તેઓ મહામંડલેશ્વર પદ પર પટ્ટા અભિષેકનો વિધિવત કાર્યક્રમ યોજવાના છે. આ કાર્યક્રમમાં તેઓને શ્રીશ્રી ૧૦૦૮ પુણ્યનંદગીરી મહામંડલેશ્વર તરીકેનું પદ અર્પણ કરવામાં આવશે.