કડી: કડી પંથકમાં એક દિવસના વિરામ બાદ 30 ઓક્ટોબરના દિવસે દિવસભર ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકશાન
Kadi, Mahesana | Oct 30, 2025 હવામાન વિભાગની આપેલ આગાહી મુજબ હાલ કમોસમી વરસાદ થી જગતનો તાત ખેડૂત દયનીય સ્થિતિમાં મુકાયો છે. વિગતે વાત કરીએ તો 29 ઓક્ટોબરના રોજ દિવસ ભર વરસાદે વિરામ લીધો હતો.30 ઓક્ટોબર અને ગુરુવારના રોજ વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો.અને બપોરના 11 થી 1 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પણ ભરાયા હતા.તેમજ ખેડૂતોના બચેલા પાકમાં પણ હવે ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.જેમાં મુખ્યતે ડાંગર,કપાસ અને એરંડાના પાકમાં ભારે નુકસાન.