શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા રાઉન્ડ સ્ટાફ બોડીદ્રાખુર્દ થી કોઠંબા જતા રોડ ઉપર નાઈટ પેટ્રોલીંગમાં હતો,તે દરમ્યાન નાકુડી પાસેથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને જતી ટ્રકને રોકી ટ્રકમાં ભરેલ લાકડા અંગે પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજુ નહીં કરતા પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડી રૂ.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.