મહુવા: મહુવામાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા
મહુવા શહેરમાં જાહેર સ્થળે જુગાર રમતા બે શખ્સોને મહુવા ટાઉન પોલીસે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા ટાઉન પોલીસનો સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર વિરોધી પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે જનતા પ્લોટ વિસ્તારમાં મગન કરશનના પુતળા પાસે આવેલા કંપોઝના ખાડા ઉપર કેટલાક લોકો પૈસા અને ગંજીપત્તાના પાનાથી હાથકાપનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં સ્થળ પર રેઇડ કરી હતી. રેઇડ દરમિયા