વઢવાણ: સુરેન્દ્રનગર સી જે હોસ્પિટલ સામે પ્રતિબંધિત એપની મદદથી સટ્ટો રમતા 2 ઇસમો ઝડપાયા
સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે શહેરના સીજે હોસ્પિટલ સામે જાહેરમાં મોબાઈલમાં પ્રતિબંધિત એપની મદદથી ક્રિકેટ મેચનો સટ્ટો રમતા રાહુલ કનૈયાલાલ રાઠોડ અને ગૌતમ ગોવિંદભાઈ મુંધવા ને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.