ગોધરા: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની MGVCL અને GETCO ના અધિકારીઓ સાથે બેઠક: ચોમાસા પૂર્વે આગોતરા આયોજન માટે તાકીદ
મોરવા હડફ વિસ્તારમાં વારંવાર થતા પાવર કટ અને લો-વોલ્ટેજની સમસ્યાઓ અંગે ધારાસભ્ય નિમિષાબેન સુથારે MGVCL અને GETCO ના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે નાગરિકો અને ખેડૂતોની વીજ સમસ્યાઓનું વહેલી તકે કાયમી નિવારણ લાવવા વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત, આગામી ચોમાસા દરમિયાન ભારે વરસાદ કે વાવાઝોડામાં પણ વીજ પુરવઠો ખોરવાય નહીં અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે અત્યારથી જ પૂર્વ-તૈયારીઓ અને આગોતરા આયોજન કરી લેવા અધિકારીઓને કડક તાકીદ ક