ગોધરા: ગોધરામાં નગરપાલિકાની લાલ આંખ: પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અને ગંદકી ફેલાવતા તત્વો પાસેથી ₹૬ હજારનો દંડ વસૂલાયો
ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા સ્વચ્છ શહેર અભિયાન અંતર્ગત આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા અને પર્યાવરણને નુકસાનકર્તા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી સ્થળ પર જ કુલ ₹૬,૦૦૦નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો. દંડાત્મક પગલાંની સાથે અધિકારીઓએ નાગરિકો અને વેપારીઓને ભવિષ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તથા સ્વચ્છતા જાળવવા