ભાવનગર શહેર: ફાયર વિભાગ દ્વારા નિર્મળનગર ખાતેથી ફાયર ડે નિમિત્તે ફ્લેગ માર્ચ યોજવામાં આવી, શહેરના રાજમાર્ગો પરથી પસાર કરાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 14, 2026
ફાયર વિભાગ દ્વારા અગ્નિસમન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફાયર ડે નિમિત્તે ફાયર વિભાગ દ્વારા શહેરના નિર્મળનગર ફાયર બ્રિગેડ હેડ કોટર ખાતેથી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગના તમામ વાહનો સાથે અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જે ફ્લેગ માર્ચ શહેરના જુદા જુદા રાજમાર્ગો પરથી પસાર કરવામાં આવી હતી.