ભાવનગર: બુધેલ ગામે લાકડા કાપી વેચાણ કરી દેવાયાના આક્ષેપ સાથે પૂર્વ સરપંચ દ્વારા વર્તમાન સરપંચ પર આક્ષેપ કરાયા
શહેર નજીક આવેલા બુધેલ ગામે ગ્રામ પંચાયતની હદમાં આવતા વિસ્તારમાંથી લાકડા કાપી અને વેચાણ કરાયા અંગે વર્તમાન સરપંચ સામે પૂર્વ સરપંચ દ્વારા આક્ષેપ કરાયા છે. જે આક્ષેપ અંગેના વિડિઓ સાથે પૂર્વ સરપંચ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.