આણંદ શહેર: આણંદના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ની બેઠક યોજાઈ
આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.જેમાં વીજળી,રોડ- રસ્તા રિસરફેસિંગ વગેરેના કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું.