જાંબુ ગામના ખેડૂત અકબરભાઇ જીવાભાઇ પરાલીયા તથા 25 થી વધુ ખેડૂતોએ પાણશિણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે જાંબુ ગામના વેપારી લાડજી ખાના મુસેવાલા અને તેના 3 પુત્રો એ જાંબુ તથા આજુબાજુના ગામના ખેડૂતો ના કપાસ તથા કાલા, જીરૂ એરંડા તલ સહિતના વિવિધ પાકો ની ખરીદી કરી હતી. એમને એક વર્ષ જેટલો સમય થવા છતાં એક પણ ખેડૂત ને તેમની ઉપજ નીપજ ના પૈસા ન આપતા ખેડૂતો એ પાણશિણા પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.