ગોધરા: એસ ટી વિભાગ ગોધરા દ્વારા લાઇન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી ૪ મહિનામાં રૂ. ૧ લાખ ૪૫ હજાર દંડ વસૂલવામાં આવ્યો છે
એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને બહેતર સુવિધા પૂરી પાડવા અને ગેરરીતિઓ રોકવાના હેતુથી છેલ્લા ચાર મહિનામાં વ્યાપક લાઇન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલી આ સઘન તપાસ દરમિયાન અંદાજે ૯,૫૦૦ જેટલી બસોનું ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ટિકિટ વગર મુસાફરી કરતા પેસેન્જરો અને ફરજમાં બેદરકારી દાખવતા કંડક્ટરો સામે કડક ક