ગોધરા: શહેરમાં સિગ્નલ ફળીયા વિસ્તારમાં ઘર આગળથી મોટરસાયકલ ચોરી, અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં ઘર આગળ પાર્ક કરેલી મોટરસાયકલ ચોરી થવાની ઘટના સામે આવી છે. ઉમરફારૂક ઇબ્રાહીમ પઠાણે 21 એપ્રિલની રાત્રે બાઈક લોક કરીને ઘર આગળ મૂકી હતી, પરંતુ 22 એપ્રિલે સવારે બાઈક ગુમ હોવાનું જણાયું. આસપાસ શોધખોળ છતાં કોઈ માહિતી મળી નહોતી. અંતે તેમણે ગોધરા બી ડિવિઝન પોલીસમથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.