સ્વામી વિવેકાનંદ નો એ વખત નો સૌરાષ્ટ્ર વિચરણ કાળ દરમિયાન લીંબડી ચુડા પંથક સાથે સ્મુર્તિ રૂપે જોડાયેલો છે. આજે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ ની ઠેર ઠેર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ચુડા ખાતે યુવા મોરચા દ્વારા કાર્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ની છબી ને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતિ નિમિત્તે કાર્યકતા ઓ એ સેવા પ્રવૃતિ પ્રદાન કરી ઉજવણી કરવામાં આવી હતી.