ગોધરા: તાલુકાના કાંકણપુર ગામે યુકેના વિઝા અપાવવાના બહાને ₹૩.૫૦ લાખની છેતરપિંડી, બિહારના શખ્સ સામે ગુનો દાખલ
ગોધરા તાલુકા કાંકણપુર ગામે રહેતા વિનયકુમાર ચૌહાણને યુકેના વિઝા અપાવવાના બહાને રૂપિયા ૩.૫૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. યુકે જવાની ઈચ્છા ધરાવતા વિનયકુમારે બિહારના સત્યમ રાજ નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. આરોપીએ તેમને વિશ્વાસમાં લઈ વિઝા પ્રોસેસિંગના નામે અલગ-અલગ સમયે RTGS દ્વારા કુલ ₹૩,૫૦,૦૦૦ પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીએ વિઝા પણ ન આપ્યા અને રકમ પણ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાન