મોડાસા: ધુણાઈ મંદિર ખાતે આયોજિત ખિલખિલાટ નવરાત્રીના પહેલા નોરતે બાળકો ગરબે ઘૂમ્યા.
મોડાસા શહેરના ધુણાઈ માતાજી મંદિર ખાતે આયોજકો દ્વારા બાળકો માટે ખિલખિલાટ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. સોમવાર રાત્રીના 10 કલાકે નવરાત્રીના પહેલા નોરતે મોટી સંખ્યામાં બાળકો સાથે વાલીઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.