ભાવનગર શહેર: શહેરના જશોનાથ ચોક ખાતે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં બેનર લાગ્યા, વિવિધ સૂત્રો સાથે બેનર ચર્ચાનું કેન્દ્ર બન્યા
Bhavnagar City, Bhavnagar | Jun 19, 2026
ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે CJP ના સમર્થન વાળા બેનર લાગ્યા, NEET પરીક્ષાના પેપર લીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાં સહીતની માંગ સાથે બેનર લગાવવામાં આવ્યા, ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લગાવવામાં આવેલા બેનરમાં શિક્ષા બચાવો પેપર લીક બંધ કરોના સૂત્રો લખાયા, બેનરો મારફતે દેશભરમાં ચર્ચામાં રહેલા NEET પેપર લીક કૌભાંડને લઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.