ગરબાડા તાલુકાના ભિલોઈ ગામના શ્રમજીવી પરિવાર રોજીરોટી માટે નર્મદાના તિલકવાડા રેલવે સ્ટેશન ખાતે માટી ખોદ કામ ની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અંડર ગ્રાઉન્ડ હાઈ વોલ્ટેજ લાઇન પસાર થતી હોય જેના સંપર્કમાં વિજયભાઈ બાબુભાઈ મેડા અને ગોવિંદભાઈ મનુભાઈ ડામોર નામના બે યુવકને વીજ કરંટ લાગતા બંને યુવકના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા હતા આ બન્ને શ્રમિક 23 થી 25 વર્ષ ના છે અને બંને ના નાના બાળકો છે. અને બન્ને યુવક ના મૃત્યુ થતા પરિવાર માં શોક નો માહોલ છવાયો છે