વાલિયા: વાલીયા પોલીસે કનેરાવ ગામના લીંભેટ ફળિયામાંથી જુગાર રમાડતા જુગારીયાને ઝડપી પાડ્યો હતો.
Valia, Bharuch | Oct 6, 2025 વાલીયા પોલીસે કનેરાવ ગામના લીંભેટ ફળિયામાંથી જુગાર રમાડતા જુગારીયાને ઝડપી પાડ્યો હતો.વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કનેરાવ ગામના લીંભેટ ફળિયામાં રહેતો દિપક દલસુખ વસાવા પોતાના ઘરના ઓટલા પર બેસી આંક ફરકના આંકડાનો સટ્ટાનો જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગારી દિપક વસાવાને ઝડપી પાડ્યો હતો.