રાણાવાવ: રાણા કંડોરણાના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ કેમ્પ યોજાયો,250 દર્દીઓ લાભ લીધો
પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા પ્રા. આરોગ્ય કેન્દ્ર રાણા કંડોરણા ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં રાણા કંડોરણા તથા આજુબાજુના ગામોના 250 વધુ નાગરિકોએ ઈએનટી આંખ,બ્લડ પ્રેશર ડાયાબિટીસ,દાંતની તપાસ, કેન્સર, સગર્ભા સ્ત્રીઓ માટે પ્રસુતિ પહેલાની તપાસ રસીકરણ સેવાઓ, ટીબી પરીક્ષણ તથા આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓનો લાભ લીધો હતો