વિજાપુર: વિજાપુર ટેચવા ની પરણિત મહિલાને સાસરી પક્ષે દહેજ ની માંગ કરી ત્રાસ આપતા પોલીસ મથકે મહિલાએ ફરીયાદ નોંધાવી
વિજાપુર ટેચાવા ગામની પરણિત મહિલા શાન્તા બેન ઠાકોર ને તેમના પતિ અમરતજી દારૂ પી ને સેન્ટીગ માટે રૂપિયા બે લાખ તારા ભાઈ પાસેથી લાવી આપ તેમજ અવાર નવાર તારા પિતા ના ઘેર થી દાગીના લઇ આવ કહી માર ઝૂડ કરી ત્રાસ આપતા શાન્તા બેન ઠાકોરે પતિ અમરતજી સાસુ સસરા અને નણંદ સહિત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ મંગળવારે સાંજે ચાર કલાકે ચાર જણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.